ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પર શું કહ્યું

હું ભલે ટી-૨૦ અને વનડેમાં સદી ફટકારી ચૂક્યો હતો, પણ ટેસ્ટમાં સદી ફટકાર્યા પછી હવે મને વધુ સારું લાગી રહ્યું છે.

જાણો અનુષ્કા અને વિરાટની પહેલી મુલાકાત કેવી રીતે થઈ

વિરાટે પોડકાસ્ટમાં જણાવ્યું કે, વર્ષ 2013માં મને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની કપ્તાની મળી હતી. ત્યારબાદ મને જાહેરાતોના ઑફર મળવા લાગ્યા. મારા મેનેજરે મને જણાવ્યું કે મારું શૂટિંગ અનુષ્કા સાથે થવાનું છે.

કોહલીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું

કોહલીએ જણાવ્યું કે તેઓ ટેસ્ટ ક્રિકેટને વધુ મહત્વ આપે છે. તેથી હવે ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા પછી તેમનો સદીનો ખરા અર્થમાં દુકાળ પૂર્ણ થયો છે. આ ઉપરાંત વિરાટે પોતાના અંગત જીવન વિશે પણ વાત કરી.

ડિવિલિયર્સે લીધો કિંગ કોહલીનો ઇન્ટરવ્યુ, અનુષ્કા સાથેની પહેલી મુલાકાતને પણ યાદ કરી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ મંગળવારે AB ડિવિલિયર્સ સાથે YouTube પર 'ધ 360 શો' માટે લાઇવ સેશન કર્યું. આ દરમિયાન AB અને કોહલી વચ્ચે અનેક ઘટનાઓ અંગે વાતચીત થઈ.

Next Story