મીડિયા અહેવાલો અનુસાર, અગમ કુમાર નિગમ રવિવારે વર્સોવા વિસ્તારમાં નિકિતાના ઘરે લંચ પર ગયા હતા. થોડી વાર પછી જ્યારે તેઓ પરત ફર્યા, ત્યારે તેમણે પોતાની પુત્રીને ફોન કરીને જણાવ્યું કે લાકડાની અલમારીમાં રાખેલા ડિજિટલ લોકરમાંથી ૪૦ લાખ રૂપિયા ગાયબ છે.
સોનુ નિગમની નાની બહેન નિકિતાના જણાવ્યા મુજબ, તેમના પિતા પાસે લગભગ ૮ મહિનાથી રેહાન નામનો એક ડ્રાઇવર હતો. તેના કામને લઈને ઘણી ફરિયાદો મળી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, એક પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે ગાયક સોનુ નિગમના પિતાએ પોતાના ભૂતપૂર્વ ડ્રાઇવર સામે ઘરમાંથી ૭૨ લાખ રૂપિયાની ચોરી કરવાનો ગુનો નોંધાવ્યો છે.
આ મામલામાં પૂર્વ ડ્રાઇવર રેહાનની ધરપકડ કરવામાં આવી છે. તેને થોડા દિવસો પહેલાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.