અનુષ્કાના ચાહકો તેમની કેમેસ્ટ્રીના ખુબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું, "બેસ્ટ અને ક્યુટેસ્ટ કપલ".
અનુષ્કા પર્પલ કલરના ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે વિરાટ બ્લેક સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. બંને એકબીજાના હાથમાં હાથ નાખીને પેપરાઝી માટે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા.
જણાવી દઈએ કે, લાંબા સમય બાદ અનુષ્કા શર્મા ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'થી મોટા પડદા પર વાપસી કરી રહી છે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર જુલન ગોસ્વામીની બાયોપિક છે.
શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી, ફેન્સે કહ્યું બેસ્ટ કપલ