રિપોર્ટ્સ અનુસાર, બંનેનો પરિચય ઈંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન થયો હતો. પરિણીતિએ મેન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યારે રાઘવે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો.
થોડા દિવસો પહેલા ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, બંનેના પરિવારો એકબીજાના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં કોઈ તારીખ જાહેર થઈ શકે છે.
પરિણીતી અને રાઘવ ભલે પોતાના સંબંધો વિશે હજુ કંઈ ન કહેતા હોય, પણ રાઘવ ચડ્ઢાના સહયોગી અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે. તેમણે પોતાના ટ્વિટર પર લખ્યું, "હું બંનેને હાર્દિક અભિનંદન પાઠવું છું."
ચુપ્પી અને મુસ્કરાટ ઘણું બધું કહી ગયા; આપના સાંસદે ગઈકાલે જ પુષ્ટિ કરી હતી.