તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના પરિવાર સાથે લંડનમાં રજાઓ ઉજવવા ગઈ હતી. હવે તેઓ તેમની રજાઓ પુર્ણ કરીને પરત ફરી છે. આલિયાને થોડા સમય પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં અભિનેત્રી હંમેશાની જેમ અત્ય
જણાવી દઈએ કે આલિયા ભટ્ટે ગયા વર્ષે ૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ પુત્રી રાહાને જન્મ આપ્યો હતો. અને હવે પ્રસૂતિ પછી તેઓ ફરી કામ પર પરત ફર્યા છે. અહેવાલો અનુસાર આલિયા લંડનમાં તેમની આગામી હોલીવુડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ના બાકી રહેલા ભાગનું શૂટિંગ કરવા ગયા છે.
આલિયાએ આ ટ્રીપની ઘણી બધી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ ફોટોઝમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉપરાંત એક્ટ્રેસની બહેન શાહિન ભટ્ટ પણ જોવા મળી રહી છે.
મુંબઈ એરપોર્ટ પર સફેદ જેકેટ અને કાળા જીન્સમાં તેમનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો.