મણિરત્નમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'PS1'ના રિલીઝ પછીથી જ ફેન્સ તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. જ્યાં પહેલી ફિલ્મની કહાની પૂર્ણ થઈ હતી, ત્યાંથી જ આગળની ફિલ્મની કથા આગળ વધશે. ટ્રેલરમાં રાજકુમારી નંદિની એટલે કે ઐશ્વર્યા તલવાર ચલાવતી જોવા મળે છે.
આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત ચિયાન વિક્રમ, જયમ રવિ અને તૃષા કૃષ્ણન, પ્રભુ, શોભિતા ધુલિપાલા, એશ્વર્યા લક્ષ્મી અને પ્રકાશ રાજ જેવા તમામ સ્ટાર્સ જોવા મળશે, જેઓ પહેલા ભાગમાં પણ હતા. ઉલ્લેખનીય છે કે 250 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 28 એપ્રિલ, 2023ન
એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ PS2માં નંદિની અને મંદાકિનીનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં તેમનો ડબલ રોલ છે. ફિલ્મના પહેલા ભાગમાં પણ તેમણે ડબલ રોલ ભજવ્યો હતો. જોકે આ વાત ફિલ્મના ક્લાઇમેક્ષમાં ખુલ્લી પડી હતી.
ઐશ્વર્યા રાયની ફિલ્મમાં ફરી એકવાર સિંહાસન માટે મહાયુદ્ધ જોવા મળશે.