તાજેતરમાં જ અભિનેતાને હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સામે આવ્યો છે.
રામ ચરણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેઓ ટૂંક સમયમાં ફિલ્મ 'આરસી 15'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે. તાજેતરમાં જ, તેમણે પોતાની બીજી ફિલ્મ 'ગેમ ચેન્જર'નું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે.
જણાવી દઈએ કે, રામ ચરણ અને ઉપાસના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં શ્રેષ્ઠ જોડીઓમાંથી એક છે. બંનેએ વર્ષ ૨૦૧૨માં ૧૪ જૂનના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ૧૦ વર્ષ પછી આ કપલ માતા-પિતા બનવાનાં છે.
ઉપાસનાએ પોતાના પાલતુ કૂતરાને બેગમાં રાખીને, વેકેશન માટે પ્રયાણ કર્યું.