મારો જન્મ

મારો જન્મ ૫ જુલાઈ ૧૯૭૦ના રોજ નાસિક પાસેના એક નાના ગામમાં થયો હતો. પિતાની આવક ઓછી હોવાથી, ૧૩ વર્ષની ઉંમરથી જ મેં કમાણી શરૂ કરી દીધી હતી. સવારે ૬ વાગ્યે ઉઠીને પૌંઆ વેચવા નીકળી જતો, અને પછી શાળાએ જતો. પૌંઆ વેચીને મને બે રૂપિયા મળતા.

શશિકાંત પેડવાલનું કહેવું છે, જેઓ છેલ્લા 15 વર્ષથી અમિતાભ બચ્ચન જેવા દેખાતા હોવાથી જાણીતા છે.

શશિકાંત મિમિક્રી કલાકાર પણ છે અને ધર્મેન્દ્ર, દિલીપ કુમાર સહિત ઘણા જાણીતા સ્ટાર્સની મિમિક્રી કરે છે. તેઓ પુણેની ગવર્મેન્ટ ITI કોલેજમાં પ્રોફેસર પણ છે. ફિલ્મ 'ઝુંડ' (2022)માં તેમણે અમિતાભ બચ્ચનના બોડી ડબલ તરીકે કામ કર્યું હતું.

મારો અમિતાભ બચ્ચન સાથેનો સામ્ય અને મુલાકાત

મારા દસમા ધોરણમાં મને ખ્યાલ આવ્યો કે હું અમિતાભ બચ્ચન જેવો દેખાઉં છું. મેં પોતાના પર ઘણું કામ કરીને તેમના જેવા બનવાનો પ્રયાસ કર્યો. 2011માં મારી અમિતાભજી સાથે મુલાકાત થઈ. મેં તેમને મારી તસવીરો બતાવી, પણ તેમને લાગ્યું કે તે તેમની જ તસવીરો છે.

મારી તસવીરને પોતાની સમજી બેઠા હતા અમિતાભ બચ્ચનઃ

તેમણે કહ્યું- મારા ઘરવાળા પણ છેતરાઈ જશે, ૧૦૦૦ કોરોના દર્દીઓ સાથે બિગ બી બનીને વાત કરી.

Next Story