હાર્ડી સંધુ અને પરિણીતી ચોપરા એક સાથે ફિલ્મ ‘કોડ નેમ તિરંગા’માં કામ કરી ચૂક્યા છે. હાર્ડીએ જણાવ્યું હતું કે, "ફિલ્મ 'કોડ નેમ તિરંગા'ના શૂટિંગ દરમિયાન પરિણીતી મારી સાથે લગ્ન અંગે ચર્ચા કરતી હતી. તે કહેતી કે, મને યોગ્ય છોકરો મળે ત્યારે જ હું લગ્ન કરીશ.
પરિણીતિ ચોપરા અને રાઘવ ચડ્ઢાએ ભલે પોતાના સંબંધને સત્તાવાર રીતે જાહેર ન કર્યા હોય, પરંતુ તેમના નજીકના લોકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. પરિણીતિના ખાસ મિત્ર હાર્ડી સંધુએ પણ હવે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે પરિણીતીના જીવનમાં સ્થાયી થવાના સમાચારથી તેઓ ખુશ છે. હાર્દિકે કહ્યું કે તેમણે ફોન કોલ દ્વારા પરિણીતીને અભિનંદન પણ પાઠવ્યા છે.
કહ્યું- મેં તેમને ફોન પર અભિનંદન પાઠવ્યા છે; એરપોર્ટ પર ફરી સાથે જોવા મળ્યા રાઘવ-પરિણીતી