ધોનીનો આ છેલ્લો IPL સીઝન હોઈ શકે છે. ગયા સીઝનમાં એક મેચ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ સંન્યાસ લેવાના છે, ત્યારે ધોનીએ જવાબ આપ્યો હતો કે, હું જ્યારે પણ સંન્યાસ લઈશ ત્યારે મારા ઘરના પ્રેક્ષકોની વચ્ચે લઈશ.
સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું છે કે પ્રેક્ટિસ સેશન દરમિયાન ધોનીને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી તેઓ બેટિંગ માટે પ્રેક્ટિસ સેશનમાં ખૂબ મોડા આવ્યા હતા. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ પણ લીધો ન હતો.
ધોનીના રમવા અંગે શંકા એટલા માટે ઉઠી હતી કારણ કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.
ઘૂંટણમાં ઈજા થયા બાદ શંકા હતી, પરંતુ ચેન્નાઈના CEO એ જણાવ્યું છે કે, MSD સંપૂર્ણપણે ફિટ છે.