આ ઇવેન્ટમાં આર્યને સલમાન સાથે પેપરાઝી માટે ખૂબ પોઝ આપ્યા. ત્યારબાદ તેઓ સલમાન સાથે હાથ મિલાવીને રવાના થયા.
તેમણે વાદળી રંગનો સૂટ પહેર્યો છે, જ્યારે આર્યન જાંબલી જેકેટ અને કાળા પેન્ટમાં જોવા મળ્યા છે.
ગઈકાલે રાત્રે નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અસંખ્ય સેલેબ્રિટીઓએ ઉપસ્થિતિ આપી હતી. આ ઇવેન્ટમાં સલમાન ખાન અને શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન પણ જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
બંનેએ સાથે મળીને પેપરાઝીને પોઝ આપ્યા, ફેન્સ બોલ્યા- દિવસ બની ગયો.