હેર સ્ટાઇલિસ્ટ ડોરિસ જણાવે છે, ભરત અને મેં પં. પંઢરી જુકર પાસે મેકઅપ શીખ્યું

મેં 12મું ધોરણ પાસ કર્યા પછી અને ભરતે 11મું ધોરણ પાસ કર્યા પછી જ આ ક્ષેત્રમાં કાર્ય શરૂ કર્યું હતું. તે સમયે હું 17 વર્ષની હતી અને ઇન્ડસ્ટ્રીની સૌથી નાની હેર ડ્રેસર હતી.

આ સ્ટુડિયો છે બોલીવુડના ટોચના મેકઅપ આર્ટિસ્ટ ભરત અને ડોરિસનું

આ બંને બિઝનેસ પાર્ટનર તો છે જ, સાથે જ લાઇફ પાર્ટનર પણ છે. ભરત મેકઅપ આર્ટિસ્ટ છે અને ડોરિસ હેર સ્ટાઇલિસ્ટ. તેમણે જણાવ્યું કે બંને ૪૦ વર્ષથી સાથે કામ કરી રહ્યા છે. ભરત અને ડોરિસ દેશના પહેલા એવા મેકઅપ આર્ટિસ્ટ છે, જેમણે પોતાનો મેકઅપ બ્રાન્ડ B&D શરૂ કર્યો

અમે સવારે 9 વાગ્યે અંધેરી ઈસ્ટમાં B&D મેકઅપ સ્ટુડિયો પહોંચ્યા.

અહીં વિવિધ પ્રકારનાં લગભગ 450 મેકઅપ પ્રોડક્ટ્સ હતાં. આ મેકઅપ સામગ્રી ઉપરાંત, સ્ટુડિયોમાં 80 ના દાયકાથી લઈને અત્યાર સુધીના લગભગ બધા જ ફિલ્મી સ્ટાર્સનાં ફોટા પણ હતાં.

ટોચના બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ ભરત એન્ડ ડોરિસ

પહેલીવાર રેખાનો મેકઅપ કરતી વખતે હાથ ધ્રુજતા હતા, અને હવે 56 દેશોમાં 450 મેકઅપ પ્રોડક્ટ્સ.

Next Story