ટ્રોફી જીત્યા બાદ ઋષિએ કહ્યું- મને વિશ્વાસ નથી થતો કે હું વિજેતા બન્યો છું. આ અદ્ભુત અનુભૂતિ છે. જેમ જ વિજેતા તરીકે મારું નામ જાહેર થયું, મને એવું લાગ્યું કે મારું સ્વપ્ન સાકાર થઈ ગયું છે. આટલા પ્રિય શોની વિરાસતને પોતાના નામ સાથે આગળ વધારવાની તક મળી
2 માર્ચના રોજ ઇન્ડિયન આઇડલના ફાઇનલ એપિસોડમાં વિજેતાની જાહેરાત કર્યા પછી, સેટ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર પણ વિજેતાના નામની પોસ્ટ કરી.
અયોધ્યાના ઋષિ સિંહે કોલકાતાની દેબોસ્મિતા રોય અને ચિરાગ કોતવાલને હરાવીને ઇન્ડિયન આઇડલની ટ્રોફી પોતાના નામે કરી છે. ટ્રોફી ઉપરાંત, ઋષિને ૨૫ લાખ રૂપિયાની ઇનામી રકમ અને એક શાનદાર ગાડી પણ મળી છે. ઉલ્લેખનીય છે કે ઋષિ ધોરણ ૧૨ ના વિદ્યાર્થી છે.
ટ્રોફી ઉપરાંત રૂ. ૨૫ લાખ અને ફૅન્સી કાર જીતી, દેબોસ્મિતા બની પ્રથમ રનર અપ