જાન્યુઆરી ૨૦૨૨માં મેજિસ્ટ્રેટ કોર્ટે શિલ્પા શેટ્ટીને આરોપમુક્ત કર્યા હતા, કારણ કે તેઓ રિચર્જ ગેરની આ ઘટનામાં પીડિત લાગે છે.
ત્યારબાદ રિચર્ડ ગીઅર અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ રાજસ્થાનમાં બે અને ગાઝિયાબાદમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા સામેની રિવિઝન અરજી એક્સ્ટ્રા સેશન્સ જજ એસ.સી. જાધવે ફગાવી દીધી છે. જોકે, આ અંગેની સંપૂર્ણ માહિતી હજુ મળી નથી.
કોર્ટે શિલ્પા શેટ્ટીને નિર્દોષ જાહેર કરવાના આદેશ આપ્યા છે. ૧૬ વર્ષથી ચાલતો આ કેસ આખરે પૂર્ણ થયો છે.