'દીવાના'ના ગીતો ગુંજી રહ્યા હતા

શાહરુખે જણાવ્યું હતું કે, “હું દિલ્હીમાં મારા ઘરે સૂતો હતો. ત્યારે મને ‘દીવાના’નું ગીત ‘એસી દીવાનગી…’ સંભળાયું, જ્યારે હું ઉઠ્યો ત્યારે ખબર પડી કે દિવ્યા હવે આ દુનિયામાં નથી!”

દિવ્યા મળી હોટલ બહાર અને કહ્યું…

જ્યારે ફિલ્મ ‘દીવાના’ ની ડબિંગ પછી હું સી રોક હોટલમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે દિવ્યા આવી રહી હતી. મેં તેને ‘હેલો’ કહ્યું તો તેણે મને કહ્યું, ‘તમે માત્ર એક સારા અભિનેતા જ નથી પણ એક સંપૂર્ણ સંસ્થા છો.’

શાહરુખ ખાન માટે ‘દિવાના’ ફિલ્મ ખૂબ ખાસ

આ ફિલ્મ દ્વારા તેમણે ૧૯૯૨માં ફિલ્મી દુનિયામાં પગલાં પાડ્યા હતા. સાથે જ આ ફિલ્મમાં કામ કરતી વખતે તેમને દિવ્યા ભારતી જેવી મિત્ર મળી હતી.

શાહરુખ ખાનને મળ્યો દિવ્યા ભારતીના મૃત્યુનો સમાચાર

શાહરુખે દિવ્યા ભારતી સાથે કામ કર્યું હતું, ૫ એપ્રિલ ૧૯૯૩ના રોજ દિવ્યાના મૃત્યુના સમાચારે સમગ્ર બોલિવુડને હચમચાવી દીધું હતું.

Next Story