સિલ્વર કલરના ડીપ નેકલાઇનવાળા મરમેઇડ ગાઉનમાં ન્યાસા અત્યંત સુંદર લાગી રહી છે. આ ફોટો જોઈને એક ફેને લખ્યું, "તમારી રૂપાળી સ્માઇલ અને અજય દેવગનની મોહક આંખો, કૃપા કરીને આર્યન ખાન સાથે DDLJ 2 માં લોન્ચ કરો."
કાજોલે ઇન્સ્ટાગ્રામ પર પોતાની દીકરી ન્યાસા સાથેની અનેક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ એકસાથે અને અલગ અલગ પણ ખૂબ જ સુંદર દેખાય છે. કેટલીક તસવીરોમાં તેઓ ટ્વીનીંગ પણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોઝમાં માતા-દીકરી સફેદ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યાં કાજોલ હંમેશાંની જેમ ખુલ્લા દિલથી હસી રહી છે, ત્યાં તેની દીકરી પણ તેના કાતિલ સ્માઇલથી ફેન્સના દિલ જીતી રહી છે.
લખ્યું-‘મિની મી અને હું’, ફેન્સ આર્યન ખાન સાથે DDLJ 2 ની માંગ કરવા લાગ્યા