સ્વરા ભાસ્કરે ફહાદ માટે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું

ક્યારેક ક્યારેક આપણે કોઈ વસ્તુને દૂર-દૂર સુધી શોધીએ છીએ, પણ તે આપણા નજીક જ હોય છે. અમે પ્રેમની શોધમાં હતા, પણ પહેલા મિત્રતા મળી અને પછી અમે એકબીજાને મળ્યા. મારા દિલમાં તમારું સ્વાગત છે.

સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદ સમાજવાદી પાર્ટીના જાણીતા નેતા છે

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરનાં તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે લગ્ન થયા છે. કોર્ટ મેરેજ બાદ સ્વરા અને ફહાદે હિન્દુ અને મુસ્લિમ રીતરિવાજોથી લગ્ન કર્યા.

આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા ચર્ચામાં

પરિણીતી ચોપડાનો એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્યારેય કોઈ રાજકારણી સાથે લગ્ન નહીં કરે.

પરિણીતી ચોપરા-રાઘવ ચડ્ઢાની નિકટતામાં વધારો

આજકાલ પરિણીતી ચોપરા રાજકારણી રાઘવ ચડ્ઢા સાથે સતત જોવા મળી રહ્યા છે. લોકોનું માનવું છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરશે.

Next Story