ગીતના મોટાભાગના ભાગમાં સલમાન અને વેંકટેશ ડાન્સ કરી રહ્યા છે. થોડી વાર પછી, લાલ રંગની શર્ટ અને ધોતીમાં પૂજા હેગડે અને ત્યારબાદ રામચરણ, સલમાન અને વેંકટેશના ડાન્સમાં જોડાતા અને આનંદ માણતા જોવા મળે છે.
સલમાન ખાન અને વેંકટેશના નવા ગીતના હુક સ્ટેપ્સમાં 'ચેન્નાઈ એક્સપ્રેસ' ફિલ્મના 'લુંગી ડાન્સ' ગીતના સ્ટેપ્સની કેટલીક સામ્યતા જોવા મળી રહી છે. આ ગીત દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે અને સલમાન ખાન આ ગીતને લઈને ચર્ચામાં છે.
ખાસ વાત એ છે કે આ ગીતમાં સલમાન ખાન, રામ ચરણ, વેંકટેશ અને પૂજા હેગડે ‘નાટૂ-નાટૂ’ના હુક સ્ટેપ જેવા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. લોકો ઘણા સમયથી આ ગીતની રાહ જોઈ રહ્યા હતા.
ખાસ કેમિયોમાં લુંગી પહેરીને રામ ચરણે ‘નાટૂ-નાટૂ’નો હુક સ્ટેપ કર્યો, લોકોએ કરી પ્રશંસા.