આ ઉપરાંત, જાકીર હુસૈને પંડિત રવિશંકર જેવા ભારતીય કલાકારો સાથે તેમજ જોન મેકલાઉઘલિન અને ચાર્લ્સ લોયડ જેવા પાશ્ચાત્ય સંગીતકારો સાથે પણ સહયોગ કર્યો હતો. તેમની બહુમુખી પ્રતિભાને કારણે તેઓ સંગીતકાર, સંગીત નિર્માતા અને અભિનેતા તરીકે પ્રખ્યાત થયા.
પરિવારની ઈચ્છા પ્રમાણે, જાકીર હુસૈને સંગીતમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો અને ફિલ્મોમાં અભિનયની તકોને પાછળ છોડી દીધી.
જાકીર હુસૈનને દિલીપ કુમારની આઇકોનિક ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં દિલીપ કુમારના નાના ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે તેને નકારી કાઢ્યો કારણ કે તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ સંગીત ક્ષેત્રે જ પોતાનું કરિયર બનાવે.
ત્યારબાદ જાકીર હુસૈને ‘ચાલીસ ચૌરાસી’ જેવી અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે ‘મંટો’, ‘મિસ બિટીઝ ચિલ્ડ્રેન’ સહિત કુલ બાર ફિલ્મોમાં અભિનય કર્યો.
ફિલ્મ 'સાઝ'માં જાકીર હુસૈને શબાના આઝમી સાથે રોમાંસ કર્યો હતો. જોકે, આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી કારણ કે તેની વાર્તા લતા મંગેશકર અને આશા ભોસલેથી પ્રેરિત હતી.
તેમણે શશી કપૂરની ફિલ્મ 'હીટ એન્ડ ડસ્ટ'થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું, જે ૧૯૮૩માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમણે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને પોતાની અભિનય ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
જાકીર હુસેન માત્ર શાનદાર તબલા વાદક જ નહોતા, પરંતુ તેમણે અભિનય ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
પ્રખ્યાત તબલા વादક જાકીર હુસૈનનું 73 વર્ષની વયે અવસાન થયું છે.
જાકીર હુસૈન એ તબલા વાદન ઉપરાંત અભિનય ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપ્યું છે. શશી કપૂરની ફિલ્મથી તેમણે અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.