જાન્યુઆરીમાં ફુટબોલ ટ્રાન્સફર વિન્ડો બંધ થયા બાદ, આગામી ટ્રાન્સફર વિન્ડોમાં થનારા ફેરફારો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આર્જેન્ટિના ટીમમાં સ્થાન મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય બ્રેકને કારણે મેસી સ્વદેશ પરત ફર્યા છે. મેસી પાનામા અને કુરાકાઓ સામે મૈત્રી મેચ રમશે.
હકીકતમાં, મેસી સોમવારની રાત્રે પોતાના પરિવાર સાથે ડિનર કરવા ગયા હતા. પરંતુ મેસીના શહેરમાં હોવાની વાત ફેલાતા જ, ટોળા વળીને મેસીને જોવા માટે પહોંચી ગયા.
પોતાના વતન શહેર રોસારિયોમાં એક ઝલક મેળવવા માટે ભીડ એટલી ઉમટી પડી કે પોલીસ બળને તેમને બચાવવા પડ્યા.