ISSF વિશ્વ કપના ગોલ્ડ મેડલ મેચમાં પહેલીવાર

કોઈ પણ પ્રતિસ્પર્ધીને 'બ્લેક-આઉટ' કરવામાં આવ્યો છે. બ્લેક-આઉટ એટલે કે સરબજોત સિંહે પોતાના વિરોધીને ૧૬-૦થી ક્લીન સ્વીપ કર્યો, તેમણે વિરોધીને એક પણ પોઈન્ટ મેળવવા દીધા નહીં.

ભોપાલ શૂટિંગ એકેડમીમાં 375 દર્શકો માટે બેઠક વ્યવસ્થા

ભોપાલ સ્થિત આ શૂટિંગ એકેડમીનું વાતાવરણ અદ્ભુત છે. અહીં 10, 25 અને 50 મીટરની શોટગન ક્વોલિફાઇ રેન્જ ઉપલબ્ધ છે. 10 મીટર રેન્જ પર એકસાથે 70, 25 મીટર રેન્જ પર 50 અને 50 મીટર રેન્જ પર 20 ખેલાડીઓ નિશાનબાજી કરી શકે છે.

યુ.એસ., ઈરાન, કેનેડા જેવા દેશોના શૂટર્સ ભાગ લેશે

શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ૩૩ દેશોના ૩૨૫ શૂટર્સ ભોપાલ પધાર્યા છે.

શૂટિંગ વર્લ્ડકપમાં સરબજોતનો ભારત માટે પ્રથમ ગોલ્ડ

હરિયાણાના સરબજોત સિંહે ISSF શૂટિંગ વર્લ્ડકપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે અને ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.

Next Story