દિલ્હી કેપિટલ્સે ડેવિડ વોર્નરને ૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે અને તેઓ IPL 2023માં ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટીમના ઉપ-કેપ્ટન રહેશે.
રિકી પોન્ટિંગે જણાવ્યું છે કે ઈજાગ્રસ્ત ઋષભ પંતનું સ્થાન કોઈ પણ ભરી શકે નહીં અને કોઈ પણ ખેલાડી તેમના જેટલો પ્રભાવ છોડી શકે તેમ નથી.
ઇમ્પેક્ટ પ્લેયર નિયમ મુજબ, IPLના કોઈપણ મેચ દરમિયાન રમતી બંને ટીમો મેચના કોર્ષમાં એક ખેલાડીને બદલીને બીજા ખેલાડીને મેદાન પર ઉતારી શકે છે.
આ નિયમથી ઓલરાઉન્ડરની ભૂમિકા ઘટી જશે.