વિજેતા ટીમ લાહોર કલાન્ડર્સને 3.4 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. જ્યારે ઉપવિજેતા ટીમને 1.4 કરોડ રૂપિયા (4.8 કરોડ પાકિસ્તાની રૂપિયા) મળશે.
૨૦૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુલ્તાન સુલ્તાન્સની શરૂઆત ખૂબ જ સારી રહી અને ૧૧ ઓવરમાં ૨ વિકેટના નુકસાન પર તેણે ૧૦૦થી વધુ રન બનાવ્યા. રીલી રુસો ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી લાહોર ટીમના ઓપનર ફખર ઝમાન અને મિર્ઝા બેગે પોતાની ટીમને ધીમી પણ સ્થિર શરૂઆત અપાવી હતી. પરંતુ, બેગ 4.3 ઓવરના સ્કોર પર આઉટ થઈ ગયા હતા.
રોમાંચક મુકાબલામાં મુલ્તાન સુલ્તાનને 1 રનથી હરાવીને લાહોર કલાન્દર્સે સતત બીજી વખત PSL ટ્રોફી જીતી લીધી. શાહિન અફ્રીદીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.