એક દિવસ પહેલાં નીતુ ઘંગસ અને સ્વીટી બૂરાએ પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. સ્વીટીએ ૮૧ કિલો વજન શ્રેણીમાં ચીનની વોંગ લીને ૪-૩થી હરાવી હતી. મેચ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થાય ત્યાં સુધી તેમને રિવ્યુના પરિણામની રાહ જોવી પડી હતી.
ચેમ્પિયન નિખત એ પોતાની પ્રતિસ્પર્ધી પર શરૂઆતથી જ સચોટ મુક્કા વરસાવ્યા. વિયેતનામી બોક્સરના હુમલાઓને પાર કરવા માટે તેમણે પોતાના ઝડપી ફૂટવર્કનો ઉપયોગ કર્યો અને પહેલી બાઉટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું.
હું બીજી વખત વિશ્વ ચેમ્પિયન બનીને ખૂબ જ ખુશ છું, ખાસ કરીને અલગ વજન શ્રેણીમાં. આ ટુર્નામેન્ટમાં આજનો મુકાબલો સૌથી કઠિન મુકાબલો હતો.
મેરીકોમ પછી આવું કરનારી બીજી ભારતીય; 75KGમાં લવલીના પ્રથમ વખત ચેમ્પિયન બની.