બેઈ સિવાય નેટલી સીવરના 72 રન ઉપરાંત, એમિલિયા કેરે 19 બોલમાં 29 રન ફટકાર્યા. હેલી મેથ્યુઝે 26, યશ્તિકા ભાટિયાએ 21 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 14 રન બનાવ્યા. પૂજા વસ્ત્રાકરે 3 બોલમાં 11 રન બનાવીને અણનમ રહી.
૧૮૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યુપીની શરૂઆત ખરાબ રહી. ટીમે માત્ર ૨૧ રનના સ્કોર પર જ ૩ વિકેટ ગુમાવી દીધી. શ્વેતા સેહરાવત ૧, તાહલિયા મેકગ્રા ૭ અને એલિસા હિલી ૧૧ રન બનાવીને આઉટ થઈ ગઈ.
મુંબઈની ઇઝાબેલ વોંગે વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી હેટ્રિક લીધી. તેમણે 13મા ઓવરની બીજી બોલ પર કિરણ નવગિરેને કેચ આઉટ કરાવ્યું.