આઈપીએલ માટે જયપુરનું મહત્વ એટલા માટે છે કે રાજસ્થાન રોયલ્સનું અહીં પર્ફોર્મન્સ અદ્ભુત રહ્યું છે. તેઓએ અહીં ૬૮ ટકાથી વધુ મેચ જીતી છે. ગયા વર્ષની ફાઇનલિસ્ટ ટીમ રોયલ્સ માટે એવી આશા છે કે તેઓ જયપુરમાં રમાનારી ૫ મેચોમાંથી ઓછામાં ઓછી ૪ મેચ જીતશે.
IPLના રોમાંચને જાળવી રાખવા માટે SMS સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને અનુકૂળ રીતે તૈયાર કરવામાં આવી રહી છે. સ્ટેડિયમમાં કુલ 9 પીચ છે, જેમાંથી 6 પીચ ટીમોના પ્રેક્ટિસ માટે છે. 3 પીચ પર રાજસ્થાન રોયલ્સના મેચ રમાશે.
આ સિઝનમાં પણ ગયા વર્ષની ફાઇનલિસ્ટ ટીમ રાજસ્થાન રોયલ્સ પર બધાની નજર રહેશે. ગયા વર્ષે ઓરેન્જ અને પર્પલ કેપ જીતનાર રાજસ્થાનના બંને ખેલાડીઓ, જોસ બટલર અને યુઝવેન્દ્ર ચહલ પણ આ વર્ષે ટીમનો ભાગ રહેશે.
14માંથી 5 મુકાબલા સવાઈ માણસિંહ સ્ટેડિયમમાં રમાશે, બટલર-સેમસનને હોમ પિચ ગમશે.