આ ડાબોડી બેટ્સમેને માર્ચ 2020માં છેલ્લી ટી20 મેચ રમી હતી. તેમણે વર્ષ 2007માં મર્યાદિત ઓવર ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 78 મેચોના તેમના કારકિર્દીમાં કુલ 1758 રન બનાવ્યા છે.
તમીમ ઇકબાલે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આ જ ફોર્મેટમાંથી બ્રેક લીધો હતો. તે સમયે તેમણે જણાવ્યું હતું કે, હું ટી-૨૦ ઇન્ટરનેશનલમાંથી ૬ મહિનાનો બ્રેક લેવા જઈ રહ્યો છું. મારું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ અને વનડે મેચો પર રહેશે.
તમીમ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી વનડે શ્રેણીમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્રણ મેચોમાં તેમણે 117 રન બનાવ્યા હતા, જેમાં એક અર્ધશતકનો પણ સમાવેશ થાય છે.
15 વર્ષના કારકિર્દીનો અંત, વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમતા રહેશે.