ટોપ 6 ટીમ સામે પ્રથમ વખત શ્રેણી જીતી

અફઘાનિસ્તાને પ્રથમ વખત ટોપ 6 ટીમમાંની કોઈ એક ટીમ સામે શ્રેણી જીતી છે. ટોપ-6 ટીમમાં ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન અગાઉ વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે શ્રેણી જીતી ચૂક્યુ

અફઘાનિસ્તાનના ૬ ખેલાડીઓ દસનો આંકડો પાર કરી શક્યા નહીં

અફઘાનિસ્તાનની ટીમ સતત વિકેટ ગુમાવતી રહી. સલામી બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાઝ ૧૮ અને સદીકુલ્લાહ અટલ ૧૧ રન બનાવીને આઉટ થયા. જ્યારે ઇબ્રાહિમ જદરાન ૩, ઉસ્માન ઘની ૧૫ અને મોહમ્મદ નબી ૧૭ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.

સૈયમ અયુબ અડધી સદીથી એક રનથી ચૂકી ગયા

પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમમાં બધા બેટ્સમેનોએ થોડા થોડા રન બનાવ્યા. ઓપનિંગ કરવા ઉતરેલા મોહમ્મદ હારિસ 1 રન બનાવીને આઉટ થઈ ગયા. ત્યારબાદ તૈયબ તાહિર 10 રન બનાવ્યા.

પાકિસ્તાને ત્રીજો ટી-20 મેચ જીત્યો

અફઘાનિસ્તાનને ૬૬ રનથી હરાવીને પાકિસ્તાને ત્રીજી ટી-20 મેચ જીતી લીધી, છતાં સમગ્ર ટી-20 શ્રેણી અફઘાનિસ્તાને ૨-૧થી જીતી લીધી.

Next Story