વાસ્તવમાં, ૩૧ માર્ચથી શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે ઋષભ પંત રમતા જોવા મળશે નહીં. ગયા વર્ષે ૩૧ ડિસેમ્બરે દિલ્હીથી પોતાના ઘરે રુડકી જતાં વખતે પંતની કારનો અકસ્માત થયો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પોન્ટિંગે જણાવ્યું છે કે, ત્રણ વર્ષ પછી અમે ફરી ઘરઆંગણે અને બહારના મેદાનો પર મેચ રમવા માટે પ્રવાસ કરીશું. IPL દરમિયાન પ્રવાસ કરવો કઠિન હશે અને હું એ જોવા માટે ઉત્સુક છું કે અમને અલગ અલગ સ્થળોએ રમવાની તક મળશે. આનાથી ટુર્નામેન્ટનો રો
દિલ્હી કેપિટલ્સે ડેવિડ વોર્નરને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે અને તેઓ IPL 2023માં ટીમનું નેતૃત્વ કરશે. સાથે જ ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટીમના ઉપ-કેપ્ટન રહેશે.
હેડ કોચ રિકી પોન્ટિંગે જણાવ્યું છે કે, ડગઆઉટમાં પંતની ઉપસ્થિતિ ટીમ માટે ખાસ મહત્વ ધરાવશે.