આ વખતનો એશિયા કપ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાવાનો છે. ૧૩ દિવસ ચાલનારા આ ટૂર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેશે અને કુલ ૧૩ મેચ રમાશે, જેમાં ફાઇનલ મેચ પણ સામેલ છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. તેમની સાથે ક્વોલિફાય થયેલ એક ટીમ પણ રમશે. બીજા ગ્રુપમા
આઈસીસીએ હજુ સુધી તેનું શેડ્યુલ જાહેર કર્યું નથી. ગયા અઠવાડિયામાં ESPNcricinfo ના રિપોર્ટ મુજબ, એશિયા કપ ટુર્નામેન્ટના મોટાભાગના મેચ પાકિસ્તાનમાં યોજાશે, પરંતુ ભારતીય ટીમના મેચો UAE, ઓમાન અથવા શ્રીલંકામાં ખસેડવામાં આવી શકે છે.
સમાચાર એજન્સી ANI મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક અધિકારીએ જણાવ્યું છે કે, જો ભારત ૨૦૨૩નો એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપમાં પણ ભાગ નહીં લે.
પીસીબીના એક અધિકારીએ જણાવ્યું છે કે, પાકિસ્તાનના મેચ શ્રીલંકા કે બાંગ્લાદેશમાં કરાવી શકાય છે.