પંતની ગેરહાજરીમાં વોર્નરને સોંપાઈ કપ્તાની

પંતનો ગયા વર્ષે 31 ડિસેમ્બરે કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પંતને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના ઘૂંટણનું ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. હાલમાં તેઓ આરામ કરી રહ્યા છે. તેમની ગેરહાજરીમાં દિલ્હીની કપ્તાની વોર્નરને સોંપવામાં આવી છે.

દિલ્હી કેપિટલ્સને પહેલા મેચમાં મળ્યો પરાજય

IPLના 16માં સિઝનમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી નથી. તેને પોતાના પહેલા મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે રમાયેલા મેચમાં લખનઉએ દિલ્હી સામે ૧૯૨ રનનો વિશાળ સ્કોર કર્યો હતો.

વોર્નર સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા રહે છે

વોર્નર હંમેશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાની દીકરીઓ સાથે નાચતા અને મસ્તી કરતા ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. ઉપરાંત, વોર્નરને ભારતીય ફિલ્મોનો ખૂબ જ શોખ છે. તેઓ ક્યારેક બોલિવૂડના ગીતો પર નાચતા, તો ક્યારેક ડાયલોગ બોલતા વીડિયો શેર કર

IPLમાં વોર્નરનો પરિવાર પ્રેમ જોવા મળ્યો

પોતાનાં જૂતાં પર પત્ની અને ત્રણ પુત્રીઓનાં નામ લખાવીને, વોર્નરે પરિવાર પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Next Story