મોટાભાગના હિન્દી ભાષીઓ માટે સમજવામાં સરળ

ભોજપુરી પણ હિન્દીની જેમ જ એક ઇન્ડો-આર્યન ભાષા છે. ભોજપુરી અને હિન્દીમાં ઘણા શબ્દો સરખા છે. મોટાભાગનો તફાવત બોલીનો છે. તેથી, હિન્દી ભાષી લોકો ભોજપુરીને સરળતાથી સમજી શકે છે.

હવે ગ્રાફિકમાં જુઓ કમેન્ટેટર પેનલ અને તેમના વ્યવસાય

રવિ કિશન ભોજપુરી સિનેમાના ચહેરા છે. તેમને સમગ્ર ભારતના લોકો અનુસરે છે. ઘણા હિન્દી ભાષી લોકો પણ તેમને ઓળખે છે. આવામાં રવિ કિશન જેવા મૂવી સ્ટારના મુખેથી ક્રિકેટ કમેન્ટ્રી સાંભળવા લોકો પસંદ કરી રહ્યા છે.

IPLના 16મા સીઝનની શરૂઆત શુક્રવારે થઈ ગઈ છે.

આ સીઝનના OTT બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ JioCinema પાસે છે. 12 ભારતીય ભાષાઓમાં કમેન્ટ્રી થઈ રહી છે, જેમાં ભોજપુરી પણ સામેલ છે. હવે સોશિયલ મીડિયા પર ભોજપુરી કમેન્ટ્રીને લઈને યુઝર્સ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

IPLમાં ભોજપુરી કોમેન્ટ્રી સુપરહિટ:

પેનલમાં કોઈ એક્ટર તો કોઈ સિંગર, રવિ કિશન ફેન્સને દિવાના બનાવી રહ્યા છે.

Next Story