દિલ્હીની પીચ પર ઘાસ હતું, આ કારણે પહેલા જ ઓવરથી ઝડપી બોલરોને બોલ સ્વિંગ કરાવવામાં મદદ મળી રહી હતી. પહેલી ઇનિંગમાં મોહમ્મદ શમીની પહેલી જ બોલ વાઇડ રહી, આગલી બોલ શમીએ ગુડ લેન્થ પર ફેંકી. બેટરના પાસેથી પસાર થતી બોલ કોઈક વસ્તુ સાથે અથડાઈને વિકેટકીપર પાસે ગઈ
એન્રિક નોર્ત્યાએ પહેલી જ બોલ પર સ્ટમ્પ્સ ઉડાવી દીધા અને ઋષભ પંત મેચ જોવા આવ્યા હતા. દિલ્હીના વિકેટકીપર અભિષેક પોરેલ અને ગુજરાતના વિકેટકીપર ઋદ્ધિમાન સાહાએ કેચ પકડવા માટે શાનદાર ડાઇવ મારી. મેચના આવા જ ટોપ મોમેન્ટ્સ આ સમાચારમાં આપણે જાણીશું.
અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ઘરઆંગણે રમતી દિલ્હી ટીમને ૬ વિકેટથી હરાવીને IPL સિઝનની પોતાની બીજી જીત નોંધાવી છે. સાઈ સુદર્શન અને ડેવિડ મિલર બેટિંગમાં, જ્યારે રાશિદ ખાન, મોહમ્મદ શમી અને અલ્ઝારી જોસેફ બોલિંગમાં મેચ વિનર્સ રહ્યા.
સ્ટમ્પ્સ પર લાગેલી બોલ, ગિલ્લીઓ નથી ગીરી; ડીઆરએસમાં બચેલા મિલરનો મેચ જીતાડ્યો; મુખ્ય ક્ષણો