જિયો સિનેમા પર આકાશ ઉપરાંત પાર્થિવ પટેલ અને સુરેશ રૈના પણ કમેન્ટ્રી કરી રહ્યા છે

જિયો સિનેમાએ આકાશ ચોપરા, પાર્થિવ પટેલ, ઓવેશ શાહ, જહીર ખાન, સુરેશ રૈના, અનિલ કુંબલે, આર.પી. સિંહ, પ્રજ્ઞાન ઓઝા, નિખિલ ચોપરા, સબા કરીમ, અનંત ત્યાગી, રિદ્ધિમા પાઠક, સુરભી વૈદ્ય અને ગ્લેન સલ્ડાન્હા જેવા કમેન્ટેટરોને સામેલ કર્યા છે.

જિયોના એક શોમાં પણ સામેલ થશે પૂર્વ ક્રિકેટર આકાશ

આકાશ ચોપરા જિયોના કમેન્ટ્રી પેનલની સાથે જિયો સિનેમાના ક્રિકેટ સાથે જોડાયેલા અન્ય શોમાં પણ સામેલ છે. તેમનો એક શો IPLમાં રમતા ખેલાડીઓના ઈન્ટરવ્યુ અને ખેલાડીઓની ઈનસાઈડ સ્ટોરી પર આધારિત છે. આકાશ ચોપરાના સ્વાસ્થ્ય પર જિયો મેનેજમેન્ટની પણ નજર છે.

ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા કોરોના પોઝિટિવ

આકાશ ચોપરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેઓ હાલમાં IPL ના 16મા સિઝનમાં JioCinema ના કમેન્ટ્રી પેનલમાં સામેલ છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ થોડા દિવસો માટે કમેન્ટ્રી પેનલથી દૂર રહેશે.

આકાશ ચોપડા કોરોના પોઝિટિવ

સ્વયં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી, કમેન્ટ્રી કરી શકશે નહીં.

Next Story