IPL 2023ની હરાજીમાં KKRએ શાકિબ અલ હસનને ૧.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ક્રિકબજના એક અહેવાલ મુજબ, ફ્રેન્ચાઇઝી અને શાકિબ વચ્ચે સિઝન પહેલાથી જ અટકળો ચાલી રહી હતી. BCB એટલે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શાકિબ અને લિટન દાસને રીલીઝ કરવાનો ઇન્કાર કર્યો હતો.
ત્યારબાદ, અંગત કારણોસર, તેઓ આ વર્ષના ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. બીજી તરફ, KKR અને બાંગ્લાદેશ ટીમના ખેલાડી લિટન દાસ પણ આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમ્યા પછી જ KKRના કેમ્પમાં જોડાશે.
પહેલાં ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાને કારણે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યા નહીં. હવે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર પણ IPLમાં ટીમ સાથે રહેશે નહીં. સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિકબજ મુજબ, બાંગ્લાદેશના કેપ્ટન શાકિબે મંગળવારે આ અંગે માહિતી આપી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને અંગત કારણોસર બહાર; લિટન દાસ ૧૦ એપ્રિલથી જોડાશે