28 વર્ષ બાદ ભારતે જીત્યો વર્લ્ડ કપ

ટીમ ઈન્ડિયાએ 2011માં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં રમાયેલા વનડે વર્લ્ડ કપને 28 વર્ષ બાદ જીત્યો હતો. ધોનીની કપ્તાની પહેલાં 1983માં કપિલ દેવની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ ભારતને વર્લ્ડ કપ અપાવ્યો હતો. ત્યારે ફાઇનલમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું

ધોનીએ વર્લ્ડ કપ ફાઇનલમાં અણનમ ૯૧ રનની ઇનિંગ રમી હતી

તેમણે સમગ્ર ટુર્નામેન્ટના ૯ મેચમાં કુલ ૨૪૧ રન બનાવ્યા હતા. તે સમયે યુવરાજસિંહ ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી (પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ) બન્યા હતા. તેમણે ૩૬૨ રન બનાવ્યા હતા અને ૧૫ વિકેટ પણ ઝડપી હતી. આમ, સમગ્ર સિરીઝમાં ધોનીનો પણ એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો હતો

ધોનીને MCA એ સન્માનિત પણ કર્યા

શુક્રવારે MCA એ ધોનીને તે જ સ્થળે સન્માનિત કર્યા જ્યાં 12 વર્ષ પહેલાં 2 એપ્રિલના રોજ તેમણે શ્રીલંકાના નુવાન કુલસેકરાની બોલ પર લોંગ ઓન પર છગ્ગો ફટકારી ભારતને જીત અપાવી હતી. આ છગ્ગાની બોલ ગયેલી જગ્યાએ જ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ધોનીના વિજયી છક્કાવાળી જગ્યાએ બનશે મેમોરિયલ

વાંખેડે સ્ટેડિયમમાંથી 5 ખુરશીઓ દૂર કરીને એ જગ્યાએ એક મેમોરિયલ બનાવવામાં આવશે. કારણ કે ઘણા વર્ષો બાદ ભારતે ત્યાં જ વિશ્વ કપ જીત્યો હતો.

Next Story