વર્ષનો અંત દક્ષિણ આફ્રિકા પ્રવાસ સાથે થયો. તિલક વર્માએ સદી ફટકારીને ૩-૧ થી મળેલી શ્રેણી જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ઘરેલુ શ્રેણીમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને પરાજય આપ્યો. છેલ્લી મેચમાં સંજુ સેમસને શતક ફટકારીને આ શ્રેણીને યાદગાર બનાવી.
નવા ટી-૨૦ કેપ્ટન તરીકે પોતાના કરિયરની શરૂઆત કરતા સૂર્યકુમાર યાદવે શ્રીલંકાને તેમના જ ઘરઆંગણે ૩-૦થી પરાજય આપ્યો.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાના વિદાય બાદ, શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને ૪-૧થી પરાજય આપ્યો.
વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએની સંયુક્ત યજમાનીમાં ભારતે બીજો T20 વિશ્વ કપ જીત્યો. પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમોને હરાવીને ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને પરાજય આપ્યો. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાના શાનદાર પ્રદર્શને ટીમને ખિતાબ અપ
ભારતીય ટીમે 2024ની શરૂઆત સ્વદેશમાં અફઘાનિસ્તાન સામે 3 મેચોની ટી-20 શ્રેણી જીતીને કરી છે. પહેલા બે મેચ અંતિમ બોલ સુધી ગયા અને ટીમે સંઘર્ષપૂર્ણ જીત નોંધાવી. ત્રીજા મેચમાં સુપર ઓવર સુધી પહોંચેલા રોમાંચક મુકાબલામાં ભારતે વિજય મેળવ્યો.
કુલ 26 T20 મેચોમાંથી 22 જીત. રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ જીતવો. નવા કેપ્ટન અને ખેલાડીઓ સાથે ભવિષ્યની તૈયારી.