ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્ષ ૨૦૨૪ની પોતાની અંતિમ શ્રેણી વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૧થી જીતી લીધી છે. પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ, બીજી મેચ વેસ્ટ ઇન્ડીઝે જીતી હતી, પરંતુ અંતિમ મુકાબલામાં ભારતીય ટીમે ૬૦ રનોથી જીત નોંધાવી હતી.
યુએઈમાં યોજાયેલા મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં બે મેચ હારીને નોકઆઉટ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ, જે તેમનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ હતો.
મહિલા એશિયા કપમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઇનલ મેચમાં શ્રીલંકા સામે ૮ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો.
ટીમે દક્ષિણ આફ્રિકા સામે પોતાના ઘરઆંગણે ત્રણ મેચોની સિરીઝ રમી. પહેલી મેચમાં હાર અને બીજી મેચ રદ થયા બાદ, અંતિમ મુકાબલામાં 10 વિકેટથી જીત મેળવી અને સિરીઝ 1-1થી બરાબરી પર પૂર્ણ કરી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેમણે 5 મેચોની શ્રેણીમાં બાંગ્લાદેશને 5-0થી પરાજય આપી શાનદાર જીત મેળવી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે સ્વદેશમાં ત્રણ મેચોની શ્રેણી રમી હતી. પ્રથમ મેચ જીતવા છતાં, ટીમ બાકીની બંને મેચોમાં પરાજયનો સામનો કરવો પડ્યો.
2024 ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે પડકારજનક વર્ષ રહ્યું. મહિલા એશિયા કપ અને મહિલા T20 વર્લ્ડ કપ જેવા મહત્વના ટુર્નામેન્ટમાં ટીમને સફળતા મળી નહીં.