શીને જણાવ્યું કે એક દિવસે તેમણે રોહનને કહ્યું કે મને લગ્ન માટેના પ્રસ્તાવો આવી રહ્યા છે. મને લાગે છે કે હવે તમારે પણ લગ્ન વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. ત્યારબાદ તેમણે મને પૂછ્યું કે શું આપણે આપણું જીવન સાથે ગાળી શકીએ છીએ?
૨૦૧૮માં રોહન અને શીન એક શોમાં સાથે કામ કરતા હતા. ૨૦૨૦માં રોહનની એક્સ-ગર્લફ્રેન્ડ દિશાના મૃત્યુ બાદ રોહન અને શીન વચ્ચે મિત્રતા પાંગરી.
2020માં 8-9 જૂનની રાત્રે મુંબઈના મલાડમાં એક અપાર્ટમેન્ટના ચૌદમા માળેથી પડવાને કારણે દિશાનું મૃત્યુ થયું હતું. સીબીઆઈએ આ ઘટનાને દુર્ઘટના ગણાવી દિશાના મૃત્યુનું કારણ જાહેર કર્યું હતું. દિશા સુશાંત સિંહ રાજપૂતના મેનેજર તરીકે પણ કામ કરી ચૂકી હતી.
ટીવી સિરિયલ ‘પિયા આલેબેલા’ના અભિનેતા રોહન રાય સિરિયલ પરની પોતાની કો-એક્ટર શીન દાસ સાથે લગ્ન કરવાના છે. રોહન રાય મૃત અભિનેત્રી દિશા સલિયાનના એક્સ-બોયફ્રેન્ડ છે.