થોડા વર્ષો પહેલાં કિરણના અવસાનની ખોટી ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે અનુપમે એક નિવેદનમાં આ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે, 'કિરણના સ્વાસ્થ્યને લગતી જે પણ ખબરો ફેલાઈ રહી છે, તે બધી સંપૂર્ણપણે ખોટી છે.'
કિરણ ખેરને બ્લડ કેન્સર (મલ્ટિપલ માયલોમા) થયું હોવાના સમાચાર ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સામે આવ્યા હતા. ત્યારે અનુપમ ખેરે પુત્ર સિકંદર અને પોતાની તરફથી સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.
કોરોનાની ખબર સામે આવતા જ ચાહકોએ સોશિયલ મીડિયા પર કિરણ માટે ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું - 'આપ જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાઓ.' બીજા એક યુઝરે લખ્યું - કિરણજી, પ્લીઝ આપ પોતાનું ધ્યાન સારી રીતે રાખજો.
ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ બોલિવુડ અભિનેત્રી અને રાજકારણી કિરણ ખેર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ખુદ કિરણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વાતની જાણકારી આપી છે.