આ આઇલેન્ડના કેટલાક મુખ્ય આકર્ષણો

સાઉથ કોરિયાના આ આઇલેન્ડના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો તેમાં ઓંગસન સનરાઇઝ પીક, હલાસંગ રાષ્ટ્રીય ઉદ્યાન, સિયોપજિકોજી પ્રોમોન્ટરી, હાયોપજે અને હમદેઓક બીચ, અને ચોંજિયોન ધોધનો સમાવેશ થાય છે.

મોતી જેવું સ્વચ્છ પાણી તમારું દિલ જીતી લેશે!

જેજુ-ડો ને તમે કોરિયાના કુદરતી સૌંદર્યને ઉજાગર કરતા ટાપુ તરીકે ગણી શકો છો.

જેજુ ટાપુને પ્રકૃતિના 7 અજુબાઓમાંથી એક તરીકે પસંદ કરવામાં આવ્યો

તેને પ્રકૃતિના અજુબાઓમાં પસંદ કરવા પાછળનું કારણ છે તેના દેવદારના જંગલો, જ્વાળામુખીના ખાડાઓ અને લાવાની ગુફાઓ, તેમજ સુંદર વનસ્પતિ ઉદ્યાનો.

જેજુ-ડો: દક્ષિણ કોરિયાનું રમણીય ટાપુ

દક્ષિણ કોરિયામાં ફરવાલાયક સ્થળોમાં જેજુ-ડો ટાપુ સૌથી પ્રખ્યાત છે અને ટોચના સ્થાનોમાં ગણાય છે. આ ટાપુ મુખ્ય ભૂમિથી માત્ર ૮૫ કિલોમીટર દૂર આવેલું છે અને તે દક્ષિણ કોરિયાના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે.

Next Story