તમારા ઉપકરણનું ઓટો-કનેક્ટ ફીચર બંધ રાખો, જેથી કોઈપણ નેટવર્ક તમારી પરવાનગી વગર કનેક્ટ ન થઈ શકે.
જ્યારે તમે જાહેર વાઇ-ફાઇનો ઉપયોગ ન કરતા હો, ત્યારે તમારા ઉપકરણને લોક કરી રાખો.
પબ્લિક વાઇ-ફાઇ પર ક્યારેય પણ તમારી બેંકિંગ વિગતો કે પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી શેર કરશો નહીં.
તમારા સ્માર્ટફોન કે લેપટોપને સમયાંતરે અપડેટ કરો, કારણ કે આ અપડેટ્સમાં સુરક્ષા સુધારાઓ હોય છે જે સાયબર હુમલાઓથી રક્ષણ આપે છે.
હંમેશા 'HTTPS' પ્રોટોકોલ વાળી વેબસાઇટ્સનો ઉપયોગ કરો. આ વધુ સુરક્ષિત હોય છે અને તમારા ડેટાનું રક્ષણ કરે છે.
VPNનો ઉપયોગ કરો. તે તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓને સુરક્ષિત રાખે છે અને તમારી ઓળખ છુપાવે છે.
પબ્લિક વાઇ-ફાઇ પર ઓનલાઇન ખરીદી કરવાનું ટાળો, કારણ કે હેકર્સ તમારા કાર્ડ ડિટેલ્સ ચોરી શકે છે.
પબ્લિક વાઇ-ફાઇ નેટવર્ક્સ ભલે સુવિધાજનક હોય, પરંતુ તે સંપૂર્ણપણે સુરક્ષિત નથી.