ચાંદીપુરા વાયરસે પણ 2024માં ભારતમાં કેટલીક સમસ્યાઓ ઉભી કરી હતી. આ વાયરસ પણ મચ્છરો, ટીક્સ અને રેતીમાખીઓ દ્વારા ફેલાય છે. ભારતમાં આ વાયરસનો પ્રથમ પ્રકોપ 1965માં મહારાષ્ટ્રમાં થયો હતો.
CCHF વાયરસે 2024માં ગુજરાત, રાજસ્થાન, કેરળ અને ઉત્તર પ્રદેશમાં રોગચાળો ફેલાવ્યો હતો. આ વાયરસ મચ્છરો, ટિક અને રેતીના માખીઓ દ્વારા ફેલાય છે, અને તેના સંપર્કમાં આવવાથી ગંભીર રક્તસ્ત્રાવ થઈ શકે છે.
જીકા વાયરસે 2024માં પણ ચિંતાનો વિષય બનાવ્યો છે. મચ્છરો દ્વારા ફેલાતો આ વાયરસ ભારતમાં પહેલીવાર 2021માં કેરળમાં જોવા મળ્યો હતો, અને હવે 2024માં ફરી કેટલાક વિસ્તારોમાં તેનો ફેલાવો જોવા મળી રહ્યો છે.
2024માં ભારતના કેરળ રાજ્યમાં ફરીથી નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસ ચામાચીડિયા અને ડુક્કર દ્વારા ફેલાય છે અને માણસોમાં ઝડપથી ફેલાઈ શકે છે.
2024માં એશિયા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના દેશોમાં ડેન્ગુ તાવનો ભારે પ્રકોપ જોવા મળ્યો. વરસાદની ઋતુમાં ડેન્ગુના કેસોમાં વધારો થયો અને 2024માં 76 લાખથી વધુ કેસ સાથે 3000થી વધુ મૃત્યુ થયા.
2024માં મંકીપોક્સના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. 12 જૂન 2024 સુધીમાં, 97,281 મંકીપોક્સના કેસ નોંધાયા છે અને 208 મૃત્યુ થયા છે. આ રોગ આફ્રિકા પછી યુરોપ અને એશિયા સુધી પણ ફેલાયો છે.
૨૦૨૪માં કોવિડ-૧૯એ ફરી એકવાર દુનિયામાં તબાહી મચાવી. XBB વેરિઅન્ટ તેની ઝડપી ફેલાવાની ક્ષમતા માટે જાણીતો બન્યો, અને આ વેરિઅન્ટ ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે વધુ ખતરનાક સાબિત થયો.
વર્ષ 2024 પૂર્ણ થવા આવી રહ્યું છે અને આ વર્ષે વિશ્વભરમાં સ્વાસ્થ્ય સંકટોનો ભારે પ્રભાવ જોવા મળ્યો છે. કોવિડ-19ના નવા વેરિયન્ટથી માંડીને મંકીપોક્સ અને ડેન્ગુ સુધી, અનેક રોગોએ વિશ્વને હચમચાવી નાખ્યું છે.