હવામાં લટકતા હેમોક્સની મદદથી કરવામાં આવતો આ યોગ ફ્લેક્સિબિલિટી વધારવા, બેલેન્સ સુધારવા અને શક્તિ વધારવા માટે પ્રખ્યાત છે.
યુવાન અને ચમકતી ત્વચા માટે ફેસ યોગાએ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી છે. આ ચહેરાની મસાજ દ્વારા રક્ત પરિભ્રમણ વધારે છે અને ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઘટાડે છે.
પાણીમાં કરવામાં આવતો આ યોગ વૃદ્ધો અને શરૂઆત કરનારાઓ માટે ખૂબ જ લોકપ્રિય બન્યો છે. તે સંતુલન બનાવવામાં અને સાંધાના દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ છે.
ઓફિસ કામદારોમાં ખૂબ જ લોકપ્રિય, ડેસ્ક યોગ તણાવ ઘટાડવા અને લાંબા સમય સુધી બેસી રહેવાથી બગડેલા શરીરના સ્વરૂપને સુધારવા માટે કરવામાં આવે છે.
સુંદર અને શાંત સ્થળો જેવા કે દરિયાકાંઠા, પહાડો કે જંગલોમાં યોગ કરવાની આ પદ્ધતિ માનસિક શાંતિ માટે ખૂબ જ લોકપ્રિય બની છે. આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અદ્ભુત અનુભવ સાબિત થયું છે.
વર્ષ 2024માં અનેક નવા ટ્રેન્ડ્સ જોવા મળશે, જેમાં કેટલાક યોગ ટ્રેન્ડ્સ (Yoga trends 2024) પણ સામેલ છે. આ યોગ ટ્રેન્ડ્સનો ઉપયોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે કરવામાં આવે છે.