ક્રિકેટર હાર્દિક પંડ્યા આ વર્ષે પણ ચર્ચામાં રહ્યા, ખાસ કરીને તેમના IPL પ્રદર્શન અને T-20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં તેમના યોગદાનને કારણે. આ ઉપરાંત, તેમના પત્ની નાતાસા સ્ટેન્કોવિક સાથેના છૂટાછેડાની ખબર પણ ખૂબ ચર્ચામાં રહી.
પૂનમ પાંડે બોલિવુડમાં પોતાની ફિલ્મો કરતાં પણ વધુ પોતાના નિવેદનો અને વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. 2024માં તેમના અકાળ મૃત્યુની ખોટી ખબર ફેલાઈ હતી, જેના કારણે સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચી ગયો હતો.
ચિરાગ પાસવાને ૨૦૨૪ માં પોતાની પાર્ટીના સાંસદોની જીતથી રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. પીએમ મોદી સાથેના તેમના ગઠબંધનના નિવેદનો અને રાજકારણમાં સક્રિયતાને કારણે તેઓ ગૂગલ પર સૌથી વધુ શોધાયેલા નેતાઓમાં સામેલ થયા.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આ વર્ષે ચર્ચામાં રહ્યા, ખાસ કરીને લોકસભા ચૂંટણી પહેલા રાજદ છોડીને એનડીએ સાથે જોડાયા બાદ. તેમના આ પગલાંને લઈને સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ.
ભારતીય ચેસ ખેલાડી ડી ગુકેશે ૧૮ વર્ષની ઉંમરે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તેઓ ભારતના બીજા ખેલાડી બન્યા છે જેમણે આ ખિતાબ જીત્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક વાપસીએ તેમને સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી. ચૂંટણીમાં તેમની સફળતાને કારણે ભારતમાં પણ ગૂગલ પર તેમનું ખૂબ સર્ચ કરવામાં આવ્યું.
2024માં રતન ટાટાના અવસાનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 9 ઓક્ટોબરે 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. રતન ટાટા અંગે ગૂગલ પર સતત શોધખોળ ચાલુ રહી હતી.
2024માં વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં કુસ્તી સ્પર્ધા દરમિયાન 100 ગ્રામ વધુ વજનને કારણે ચર્ચામાં રહી હતી. ત્યારબાદ, તેઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ટિકિટ પર જુલાના બેઠક પરથી ચૂંટણી લડી અને વિજય મેળવ્યો.
2024માં ભારતમાં અનેક મહત્વપૂર્ણ વ્યક્તિઓના નામ ચર્ચામાં રહ્યા, જેમણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું અથવા કોઈ કારણોસર ચર્ચામાં આવ્યા.