2024ને અત્યાર સુધીનો સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યો છે. જળવાયુ પરિવર્તનને કારણે દુનિયાભરમાં તાપમાનમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં ૨ જુલાઈના રોજ સત્સંગ બાદ ભાગડુ મચવાથી ૧૨૩ લોકોના મૃત્યુ થયા હતા. હજારોની ભીડ વચ્ચે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ આ દુર્ઘટનાનું કારણ બન્યો હતો.
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં ૯ જૂનના રોજ આતંકવાદીઓએ શિવ ખોરીથી કટરા જઈ રહેલી એક બસ પર હુમલો કર્યો હતો.
૧૮ સપ્ટેમ્બરના રોજ તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવા બાબત વિવાદ ઉભો થયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આક્ષેપો બાદ આ મામલો વધુ ગંભીર બન્યો છે.
બેંગલુરુમાં તા. ૩ સપ્ટેમ્બરના રોજ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આરોપીએ પોતાની પ્રેમિકા મહાલક્ષ્મીની હત્યા કરી, તેના શરીરના ૫૯ ટુકડા કરી અને તેને ફ્રિજમાં રાખ્યા હતા.
કેરળના વાયનાડ જિલ્લામાં ૩૦ જુલાઈની રાત્રે એક ભયાનક ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટનામાં અનેક કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણપણે તબાહ થઈ ગયો હતો. મૃતકોની કુલ સંખ્યા ૪૨૦થી વધુ જણાવાઈ છે.
કોલકાતાના આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૯ ઓગસ્ટની રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક મહિલા ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર કરીને તેમની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી.
આ વર્ષની કેટલીક ઘટનાઓ માત્ર દેશભરમાં ચર્ચાનો વિષય જ નહીં, પરંતુ સરકાર અને સામાન્ય જનતા બંનેને આશ્ચર્યચકિત કરનારી રહી.