ડિજિટલ માર્કેટિંગમાં હવે નાના બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિગત બ્રાન્ડ્સ Canva, Google Gemini અને Meta AI જેવા પ્લેટફોર્મની મદદથી ઘરેથી મફતમાં જાહેરાતો તૈયાર કરી રહ્યા છે. આ ટૂલ્સ સરળ ઇન્ટરફેસ, તૈયાર ટેમ્પલેટ્સ અને એડવાન્સ ફીચર્સ દ્વારા ઓછી કિંમતમાં કન્ટેન્ટ બનાવવાની સુવિધા આપે છે.
Canva હાલમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિઝાઇન ટૂલ્સમાં સામેલ છે. તેનો ઇન્ટરફેસ સરળ હોવાથી કોઈપણ વ્યક્તિ ડિઝાઇનિંગ અનુભવ વિના પણ જાહેરાત બનાવી શકે છે. તેમાં પહેલેથી તૈયાર ટેમ્પલેટ્સ ઉપલબ્ધ છે, જેને વ્યવસાય મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે.
યુઝર્સ તેમાં ફોટો, વિડિયો અને ટેક્સ્ટ સરળતાથી ઉમેરી શકે છે. Canvaનું AI ફીચર ડિઝાઇન આઇડિયાઝ પણ સૂચવે છે, જેનાથી જાહેરાત વધુ આકર્ષક અને પ્રોફેશનલ દેખાય છે. આ નાના બિઝનેસ માટે કિફાયતી અને અસરકારક વિકલ્પ બની ગયું છે.
![]()
Google Gemini AI કન્ટેન્ટ જનરેશન ક્ષેત્રમાં ઝડપથી લોકપ્રિય બનતું જાય છે. આ ટૂલ ઇમેજ અને વિડિયો બંને બનાવવા માટે સુવિધા આપે છે. ઉપલબ્ધ ટેમ્પલેટ્સની મદદથી થોડા જ મિનિટોમાં વિડિયો જાહેરાત તૈયાર કરી શકાય છે.
વિડિયોમાં સાઉન્ડટ્રેક ઉમેરવા અને સરળ એડિટિંગ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વધુ ગુણવત્તા માટે Google Vids જેવા ટૂલ્સનો ઉપયોગ કરી શકાય છે, જે કન્ટેન્ટને પ્રોફેશનલ સ્પર્શ આપે છે.
Meta AI જાહેરાત બનાવવાના પ્લેટફોર્મ તરીકે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તેમાં યુઝર્સ વિડિયોમાં મ્યુઝિક ઉમેરવા અને અલગ-અલગ વર્ઝન તૈયાર કરવાની સુવિધા મેળવે છે, જે સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ તૈયાર કરવામાં મદદરૂપ બને છે.
તેમાં લિપ-સિંક અને લોકપ્રિય ડાયલોગ્સનો ઉપયોગ કરવાની વિકલ્પ પણ ઉપલબ્ધ છે. યુઝર્સ મિત્રો અથવા ટીમના સભ્યોને વિડિયોમાં સામેલ કરી શકે છે, જેના કારણે જાહેરાત વધુ ઇન્ટરએક્ટિવ બને છે.




