ભારત 6G ટેકનોલોજીના વિકાસ તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે, જેમાં 2030 સુધી તેની અમલવારી કરવાની યોજના બનાવવામાં આવી છે. આ પહેલમાં સરકારી એજન્સીઓ, સ્ટાર્ટઅપ્સ, સંશોધન સંસ્થાઓ અને વૈશ્વિક સંગઠનો જેમ કે 3GPP અને International Telecommunication Union જોડાયેલા છે.
6G ટેકનોલોજીની મુખ્ય વિશેષતા તેની અત્યંત ઊંચી સ્પીડ અને અત્યંત ઓછી લેટન્સી છે. અંદાજ મુજબ, આ ટેકનોલોજી 5Gની સરખામણીએ 10 થી 100 ગણાં વધુ ઝડપી હોઈ શકે છે અને ડેટા સ્પીડ 1 Tbps સુધી પહોંચી શકે છે. આથી મોટી ફાઇલો અને હાઇ-ક્વોલિટી વીડિયો થોડા જ સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાય છે.
લેટન્સી એટલે કે ડેટા ટ્રાન્સફરમાં થતી વિલંબતા લગભગ સમાપ્ત થઈ જશે, જેના કારણે રિયલ-ટાઇમ અનુભવ વધુ સ્મૂથ બનશે. ગેમિંગ, વીડિયો કોલિંગ અને ક્લાઉડ સેવાઓમાં વપરાશકર્તાઓને સતત અને ઝડપી કનેક્ટિવિટી મળશે.
6G ટેકનોલોજી માત્ર ઝડપી ઇન્ટરનેટ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટેકનોલોજી દ્વારા રિયલ-ટાઇમ 3D હોલોગ્રામ કોલ, સ્માર્ટ સિટીઝ અને સેલ્ફ-ડ્રાઇવિંગ વાહનો જેવી સુવિધાઓ શક્ય બનશે.
![]()
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેના સંકલનથી નેટવર્ક્સ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકશે. આરોગ્ય ક્ષેત્રમાં રિમોટ સર્જરી અને શિક્ષણ ક્ષેત્રમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ જેવી સુવિધાઓનો વ્યાપ વધશે.
સરકારે ‘ભારત 6G વિઝન’ અંતર્ગત આ ક્ષેત્રમાં નોંધપાત્ર પગલાં લીધાં છે. 100થી વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે અને લગભગ 271 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ ફંડિંગ સ્ટાર્ટઅપ્સ, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગોને આપવામાં આવી રહી છે.
ભારત વૈશ્વિક ધોરણોના નિર્ધારણમાં પણ સક્રિય રીતે જોડાયેલું છે અને 3GPP તથા International Telecommunication Union સાથે મળીને કાર્ય કરી રહ્યું છે. સરકારનું લક્ષ્ય છે કે વૈશ્વિક પેટન્ટ અને સ્ટાન્ડર્ડ્સમાં ભારતની ભાગીદારી ઓછામાં ઓછી 10 ટકા સુધી પહોંચે.





