Nvidiaના CEOના રાજીનામાથી અમેરિકન બજારમાં હલચલ, ભારતીય શેરબજારમાં નબળી શરૂઆતના સંકેત

13 નવેમ્બર 2026ના શેરબજારના મુખ્ય અપડેટ: Nvidiaના CEOના રાજીનામા બાદ અમેરિકન બજારમાં હલચલ, GIFT Niftyના નબળી શરૂઆતના સંકેત અને Meesho, Ola Electric, Manappuram Finance સહિતની કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો.

ભારતીય શેરબજારમાં આજે નબળી શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. Nvidiaના CEO જેન્સન હુઆંગના રાજીનામાની જાહેરાત બાદ અમેરિકન શેરબજારમાં હલચલ જોવા મળી હતી. બીજી તરફ AMD અને Broadcomના શેરમાં તેજી નોંધાઈ હતી. સ્થાનિક બજારમાં GIFT Nifty પણ નબળી શરૂઆતના સંકેત આપી રહ્યો છે. આ ઉપરાંત Meesho, Ola Electric, Manappuram Finance સહિતની કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વ્યાવસાયિક નિર્ણયો પણ રોકાણકારોના ધ્યાનના કેન્દ્રમાં રહેશે.

અમેરિકન ચિપ ઉત્પાદક કંપની Nvidiaમાં મોટો નેતૃત્વ પરિવર્તન થયું છે. કંપનીએ 12 નવેમ્બરે જાહેરાત કરી હતી કે તેના સહ-સ્થાપક અને CEO જેન્સન હુઆંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીનાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર કોલેટ ક્રેસને હાલ વચગાળાના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. કંપનીએ કાયમી CEOની શોધ પણ શરૂ કરી દીધી છે.

આ ઘટનાની અસર શેરબજારમાં જોવા મળી હતી. ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન Nvidiaનો શેર લગભગ 12 ટકા સુધી ગગડ્યો હતો. જોકે, ત્યારબાદ શેરમાં કેટલીક રિકવરી જોવા મળી હતી અને અંતે તે 4.34 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. અમેરિકન બજારના મુખ્ય સૂચકાંકો પણ નુકસાન સાથે બંધ થયા હતા.

Nvidiaના શેરમાં ઘટાડા વચ્ચે તેની પ્રતિસ્પર્ધી કંપનીઓ AMD અને Broadcomના શેરમાં ખરીદી જોવા મળી હતી. ગુરુવારે AMDનો શેર લગભગ 5.86 ટકા અને Broadcomનો શેર 5.54 ટકા વધ્યો હતો.

AMD આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે GPU અને અન્ય પ્રોસેસરનું ઉત્પાદન કરે છે. જ્યારે Broadcom કસ્ટમ AI ચિપ્સ અને નેટવર્કિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં કાર્યરત છે. Nvidiaમાં નેતૃત્વ પરિવર્તન બાદ રોકાણકારો આ બંને કંપનીઓની વ્યાવસાયિક સંભાવનાઓ પર પણ નજર રાખી રહ્યા છે.

Nvidiaના CEOના રાજીનામાથી અમેરિકન બજારમાં હલચલ, ભારતીય શેરબજારમાં નબળી શરૂઆતના સંકેત

અમેરિકન બજારમાં થયેલી આ હલચલની અસર ભારતીય શેરબજારના કારોબાર પર પડી શકે છે. જોકે, સ્થાનિક શેરોની ચાલ પર કંપનીઓનાં ત્રિમાસિક પરિણામોની પણ અસર રહેશે.

 કંપનીએ બીજા ક્વાર્ટરમાં નફામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. તેનો કન્સોલિડેટેડ નફો 222.7 ટકા વધીને રૂ. 701 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 217.3 કરોડ હતો. કંપનીની આવક પણ 44.7 ટકા વધીને રૂ. 1,958.7 કરોડ થઈ છે.

કંપનીના નફામાં 105.6 ટકાનો વધારો થયો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 123.75 કરોડ રહ્યો હતો. જ્યારે આવક 85.94 ટકા વધીને રૂ. 841.3 કરોડ થઈ હતી.

 કંપની ખોટમાંથી બહાર આવીને નફામાં આવી છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને રૂ. 114.8 કરોડની ખોટ થઈ હતી, જ્યારે આ વખતે રૂ. 61 કરોડનો નફો નોંધાયો છે. કંપનીની આવક 11.04 ટકા વધીને રૂ. 3,764.4 કરોડ થઈ છે.

 કંપનીના નફામાં ઘટાડો નોંધાયો છે. બીજા ક્વાર્ટરમાં નફો 52.7 ટકા ઘટીને રૂ. 101.3 કરોડ રહ્યો છે. જોકે, કંપનીની આવક 16.8 ટકા વધીને રૂ. 2,250.4 કરોડ થઈ છે.

ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીની ત્રિમાસિક ખોટ ઘટીને રૂ. 362 કરોડ રહી છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીને રૂ. 418 કરોડની ખોટ થઈ હતી. જોકે, કંપનીની આવક લગભગ 39 ટકા ઘટીને રૂ. 421 કરોડ રહી છે, જે અગાઉ રૂ. 690 કરોડ હતી.

 કંપનીનો નફો 20.5 ટકા વધીને રૂ. 318.5 કરોડ થયો છે. કંપનીની આવકમાં 63.5 ટકાનો વધારો નોંધાયો છે અને તે રૂ. 2,996.5 કરોડ રહી છે.

ઈ-કોમર્સ કંપની Meesho પણ આજે રોકાણકારોના ધ્યાનમાં રહી શકે છે. અહેવાલ અનુસાર, SoftBank સાથે સંકળાયેલી SVF II Meerkat (DE) LLC કંપનીમાં આશરે 1 ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે. પ્રસ્તાવિત બ્લોક ડીલનું કદ લગભગ રૂ. 1,174 કરોડ હોવાનું જણાવાયું છે. આ સોદા માટે શેરદીઠ રૂ. 246.23ની ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2026 સુધી સંબંધિત એકમ પાસે Meeshoમાં 6.84 ટકાનો હિસ્સો હતો.

બીજી તરફ, WeWork Indiaએ હૈદરાબાદમાં પોતાનો વ્યવસાય વિસ્તારવાની યોજના બનાવી છે. કંપનીએ 3,13,633 ચોરસ ફૂટ જગ્યા માટે લીઝ કરાર કર્યો છે. આ વિસ્તરણ માટે આશરે રૂ. 144 કરોડનું રોકાણ કરવામાં આવશે. નવી ક્ષમતા જુલાઈ 2027 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.

 

Leave a comment