ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના કેન્દ્રીકૃત ભરતી બોર્ડ (ICRB)એ વિવિધ વહીવટી પદો માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. ISRO ICRB Recruitment 2026 હેઠળ કુલ 244 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો 16 ઑગસ્ટ 2026 સુધી સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ભરતી અભિયાન હેઠળ Assistant, Junior Personal Assistant (JPA), Upper Division Clerk (UDC), Stenographer તેમજ Department of Space (DOS) હેઠળના સ્વાયત્ત સંસ્થાઓમાં Assistant અને Junior Personal Assistantના પદો માટે ભરતી કરવામાં આવશે. કુલ 113 પદ Assistant માટે, 81 પદ Junior Personal Assistant માટે, 22 પદ Upper Division Clerk માટે અને 10 પદ Stenographer માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઉપરાંત, સ્વાયત્ત સંસ્થાઓમાં Assistant અને Junior Personal Assistantના પદો માટે પણ ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

આ પદો માટે અરજી કરવા ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા ગુણ અથવા 6.32/10 CGPA સાથે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. Stenographer પદ માટે સંબંધિત સ્ટેનોગ્રાફીનું જ્ઞાન અથવા પ્રમાણપત્ર પણ આવશ્યક રહેશે. પદ અનુસાર મહત્તમ વય મર્યાદા 28, 31 અથવા 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. વયની ગણતરી 16 ઑગસ્ટ 2026ના આધારે કરવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટ મળશે.
આ ભરતી માટે અરજીઓ માત્ર ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ સૌપ્રથમ સત્તાવાર ભરતી પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ લોગિન કરીને અરજી ફોર્મ ભરવું, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા અને નિર્ધારિત અરજી ફી ભરવાની રહેશે. તમામ વિગતોની ચકાસણી કર્યા બાદ અરજી સબમિટ કરી શકાશે. અરજી પૂર્ણ થયા પછી ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ કોપી સાચવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
Assistant, Upper Division Clerk, Junior Personal Assistant અને Stenographer પદો માટે અરજી ફી ₹500 નક્કી કરવામાં આવી છે. જ્યારે સંયુક્ત (Combined) અરજી કરનાર ઉમેદવારોને ₹1,000 અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારોને અરજી કરતા પહેલાં સત્તાવાર સૂચના ધ્યાનપૂર્વક વાંચવાની અને અંતિમ તારીખની રાહ જોયા વિના સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.








